Directory

હેમ્લેટ - વિકિપીડિયા લખાણ પર જાઓ

હેમ્લેટ

વિકિપીડિયામાંથી
અમેરિકન અભિનેતા એડવિન બૂથ, હેમ્લેટના પાત્રમાં, ૧૮૭૦

હેમ્લેટ, પ્રિન્સ ઓફ ડેન્માર્કઅંગ્રેજી કવિ-નાટયકાર વિલિયમ શેક્સપીયર (૧૫૬૪-૧૬૧૬) દ્વારા રચિત કરુણાંતિકા નાટક છે. જેની રચના ૧૬૦૧ થી ૧૬૦૮ વચ્ચેના પરિપક્વ સર્જનકાળમાં થઈ હતી.[]

હેમ્લેટ શેક્સપીયરનુ સૌથી લાંબુ નાટક છે, અને તેને વિશ્વ સાહિત્યના સૌથી શક્તિશાળી અને પ્રભાવશાળી કાર્યોમાં ગણવામાં આવે છે.[] તે શેક્સપીયરના જીવનકાળ દરમિયાનની સૌથી વધુ લોકપ્રિય રચનાઓમાંની એક હતી.[] અને હજુ પણ 1879 થી સ્ટૉટફોર્ડ -ઑન-એવનમાં તેના રોયલ શેક્સપીયર કંપની અને તેની પુરોગામીની કામગીરીની સૂચિમાં ટોચનું સ્થાન મેળવ્યું છે.[] તેણે ઘણા અન્ય લેખકોને પ્રેરણા આપી છે - જોહ્ન વુલ્ફગાંગ વોન ગોથે અને ચાર્લ્સ ડિકન્સથી જેમ્સ જોયસ અને આઇરિસ મર્ડોક વગેરે.[]

કથાવસ્તુ

[ફેરફાર કરો]

હેમ્લેટ નાટકનો નાયક ડેન્માર્કનો રાજકુમાર હેમ્લેટ છે. જે કિંગ હેમ્લેટનો પુત્ર છે. રાજકુમાર હેમ્લેટ ને ઘટનાની સંપૂર્ણ વિગત ભૂત બનીને આપે છે. તે ભૂત પાસેથી જાણે છે કે તેના પિતાનું મૃત્યુ તેના કાકા ક્લોડિયસે કાનમાં ઝેર નાખી કર્યું હતું,અને સર્પદંશની વાત ખોટી હતી. રાજકુમાર હેમ્લેટની માતા ગર્ટુડે પિતાના મૃત્યુ પછી તરત જ ક્લોડિયસ સાથે લગ્ન કરી લીધા, આના કારણે હેમ્લેટ અત્યંત વિચલિત થયો હતો. ત્યારે ભૂત દ્વારા મળતા તથ્યોથી તે વધારે આઘાત પામ્યો. પ્રેતાત્માની ‘ખૂનનું વેર લેજે’ વાક્યથી હેમ્લેટ અસ્વસ્થ અને વ્યાકુળ થઈ જાય છે. અને તેની પ્રેમિકા ઓફિલિયા પાસે દોડી જાય છે.[]

ઓફિલિયાનો પિતા પોલોનિયસ અને ભાઈ લિયાટિર્સ તરફથી હેલ્મેટના પ્રેમમાં પડવાની મનાઈ હોવાથી તે ઠંડો પ્રતિભાવ આપી ચાલી જાય છે. પોતાની પ્રેમિકા અને માતા બંને તરફથી મળતી બેવફાઇ જોઈ હેમ્લેટ હતપ્રભ બની જાય છે. તે હતાશામાં ગરકાવ થઈ જાય છે. પરિસ્થિતીમાંથી ઊગારવા રાજા અને રાણી તેના મિત્રો રોમેન ફ્રોટ્સ અને ગિલ્ડન સ્ટર્નને નાટક ભજવ્યા કરે છે. હેમ્લેટ પ્રસન્ન થાય છે. અને નાટકનો ઉપક્રમ ગોઠવે છે. તેમાં તે એક દ્રશ્યમાં રાજાના કાનમાં ભત્રીજો ઝેર રસ રેડતો બતાવે છે. જે જોઈ રાજા(ક્લોડિયસ) નાટક અધુરું મૂકી ચાલ્યા જાય છે. જેથી હેમ્લેટની શંકા ‘કાકા જ પિતાના ખૂની છે’ દ્રઢ થાય છે.[]

માતા ગર્ટુડ હેમ્લેટને મળવા બોલાવે છે. ત્યારે તે ક્લોડિયસને ઈશ્વર-પ્રાર્થનામાં લીન જુએ છે. અને તેના મનમાં વેર લેવાની વૃતિ જાગે છે. પણ હૈયું હામ ભરતું નથી અને વેર પછી ક્યારેક લઇશ એમ નક્કી કરી માતા પાસે પહોંચે છે. ગુસ્સામાં માતાનો તિરસ્કાર કરે છે. ત્યારે પડદા પાછળ કોઈ શંકાસ્પદ હલચલ જાણતા હેમ્લેટ ત્યાં તલવાર ભોકી દે છે. જેના કારણે છુપાઈને ઉભેલા ઓફિલિયાાના પિતા પોલોનિયસનું મૃત્યુ થાય છે. હેમ્લેટને ત્યાં પોતાના પિતાનું ભૂત દેખાય છે.[]

આ બધી ઘટનાથી વ્યથિત ક્લોડિયસ હેમ્લેટને ઈંગ્લેન્ડ મોકલી આપે છે. હેમ્લેટની પ્રેમિકા ઓફિલિયાા પણ પાણીમાં ફૂલી મૃત્યુ પામે છે. ઈંગ્લેંડથી પાછો ફરેલો હેમ્લેટ અને લિયાર્ટિસ ઓફિલિયાાની કબરમાં જ સામસામે આવે છે. ક્લોડિયસ ઈરાદાપૂર્વક દરબારમાં બંને વચ્ચે દ્વંદ્વયુદ્ધનું આયોજન કરે છે. ગર્ટુડનું ઝેર નાખેલી શરાબ પીતાં મૃત્યુ થાય છે, લિયાર્ટિસનું પણ હેમ્લેટની તલવારના ઘા થી મૃત્યુ થાય છે. અને અંતે હેમ્લેટનું તથા ક્લોડિયસનું ઝેર પાયેલી તલવારથી મૃત્યુ થાય છે. આમ, રંગમંચ પર ચાર મૃતદેહો પડે છે. હેમ્લેટનો મિત્ર હોરેશિયો હેમ્લેટની સાચી કથા કહેવા માટે પાછળ જીવતો રહે છે.[]

આવકાર અને વિવેચન

[ફેરફાર કરો]

આ નાટકનો ગુજરાતી અનુવાદ મનસુખલાલ ઝવેરીએ કર્યો છે.[] કવિ વિવેચક ટી. એસ. ઍલિયટે રચનારીતિ અને શિલ્પવિધાનની સંદર્ભે હેમ્લેટને શેક્સપીયરનું એક નિષ્ફળ નાટક ગણાવ્યું છે.[]


સંદર્ભો

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ દલાલ, અનિલા (૨૦૦૯). ગુજરાતી વિશ્વકોશ. ૨૫. અમદાવાદ: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૫૭૭-૫૭૮. OCLC 837900254.
  2. Thompson & Taylor 2006a, p. 74.
  3. Taylor 2002, p. 18.
  4. Crystal & Crystal 2005, p. 66.
  5. Thompson & Taylor 2006a, p. 17.
  6. પંડ્યા, દુષ્યન્ત (1997). મનસુખલાલ ઝવેરી. ગુજરાતી ગ્રંથકાર શ્રેણી : ૪૪ (1st આવૃત્તિ). અમદાવાદ: ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. પૃષ્ઠ ૬૬. OCLC 39516267.