Directory

નિવસન તંત્ર - વિકિપીડિયા લખાણ પર જાઓ

નિવસન તંત્ર

વિકિપીડિયામાંથી

નિવસન તંત્ર (ઇકોસિસ્ટમ) એટલે કુદરતમાં જૈવિક ઘટકો જેવા કે પ્રાણીઓ, વનસ્પતિઓ અને સુક્ષ્મ જીવો તેઓની આસપાસના નિર્જીવ ઘટકો જેવા કે પાણી, વાયુઓ, જમીન, પ્રકાશ વગેરે સાથે જટિલ રીતે જોડાઇને એક સ્વયં સચાલિત તંત્રની રચના કરે છે તે તંત્ર કે પ્રણાલી.

નિવસન તંત્ર મુખ્યત્વે બે ઘટકો નું બનેલુ હોય છે: જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો.

જૈવિક ઘટકો

[ફેરફાર કરો]

નિવસન તંત્રનાં જૈવિક ઘટકોમાં પ્રાણીઓ, વનસ્પતિ અને સુક્ષ્મ જીવોનો સમાવેશ થાય છે. જૈવિક ઘટકોને પોષણ પદ્ધતિના આધારે બે પ્રકારમાં વિભાજીત કરી શકાય છે:

(૧) ઉત્પાદકો: નિવસન તંત્રના જૈવિક ઘટકો પોતનો ખોરાક પ્રકાશસંષ્લેશણથી જાતે જ તૈયાર કરે છે. આથી તેઓને સ્વપોષી ઘટકો પણ કહેવાય છે. દા.ત. લીલી વનસ્પતિ, લીલ અને જીવાણું અને

(૨) ઉપભોકતા: નિવસન તંત્રના આ જૈવિક ઘટકો પોતના ખોરાક માટે ઉત્પાદકો પર આધાર રાખે છે. માટે જ તેઓને પરપોષી ઘટકો પણ કહેવાય છે, દા.ત. પરોપજીવી વનસ્પતિ, પ્રાણી, ફૂગ, વગેરે.

અજૈવિક ઘટકો

[ફેરફાર કરો]

નિવસન તંત્રના અજૈવિક ઘટકોને નીચે મુજબ વિભાજીત કરી શકાય છે.

  • અકાર્બનિક પોષક ઘટકો - દા.ત. ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, ફોસ્ફરસ, પોટેશિયમ, વગેરે
  • કાર્બનિક પોષક ઘટકો - દા.ત. કાર્બોદિત પદાર્થો, નત્રલ, ચરબી, વગેરે
  • આબોહવાકિય પરિબળો - જેવા કે પવન, ભેજ, હવા, આબોહવા, વગેરે.