Directory

કમાલ મુસ્તફા અતાતુર્ક - વિકિપીડિયા લખાણ પર જાઓ

કમાલ મુસ્તફા અતાતુર્ક

વિકિપીડિયામાંથી
કમાલ મુસ્તફા અતાતુર્ક
જન્મ૧૮૮૧ Edit this on Wikidata
થેસાલોનિકી (Ottoman Empire) Edit this on Wikidata
મૃત્યુ૧૦ નવેમ્બર ૧૯૩૮ Edit this on Wikidata
Dolmabahçe Palace (તુર્કસ્તાનEdit this on Wikidata
અંતિમ સ્થાનAnıtkabir, Ethnography Museum of Ankara Edit this on Wikidata
અન્ય નામોTürklerin babası Edit this on Wikidata
સહી
પદની વિગતChairman of the Cabinet of the Executive Ministers of Turkey (૧૯૨૦–૧૯૨૧) Edit this on Wikidata
હોદ્દોmareşal (૧૯૨૧–૧૯૨૭) Edit this on Wikidata

કમાલ મુસ્તફા (અતાતુર્ક) (જન્મ: ૧૮૮૧, મૃત્યુ: નવેમ્બર ૧૦, ૧૯૩૮) ૧૯૨૩થી તેમનાં મૃત્યુ સુધી તુર્કીના પ્રથમ પ્રમુખ હતા. તેઓ તુર્કીને બીજાં દેશોથી મુક્ત કરાવનાર, તેમજ બાદમાં તુર્કીમાં સુધારા લાવી તેને પશ્ચિમી સંસ્કૃતિ - મોટાં ભાગે, યુરોપ અને અમેરિકાની સમકક્ષ અને આધુનિક બનાવનાર તરીકે જાણીતાં છે.

મુસ્તફા કમાલનો જન્મ ૧૮૮૧માં થયો હતો. તેમનું જન્મ સ્થળ સાલોનિકા, ગ્રીસ (હવે, થેસ્સલોનીકી) હતું. સાલોનિકા ત્યારે ઓટોમન સામ્રાજ્યનો ભાગ હતું. તેઓએ તેમનું નામ કમાલ શાળાજીવન અને દરમિયાન અતાતુર્ક (એટલે કે બધાં તુર્કોના પિતા) નામ પછીથી અપનાવ્યું. દરમિયાન અપનાવ્યું. તેમનાં માતા-પિતાનું નામ ઝુબેયદે હનિમ અને અલી રિઝા ઇફેન્દી હતું. તેમની બહેનનું નામ માકબુલે (અતાદાન) હતું. તેઓ સૈન્યમાં અફસર બન્યા અને પહેલાં વિશ્વયુદ્ધમાં સૌથી સફળ જનરલ નીવડ્યાં.

કમાલ મુસ્તફા (અતાતુર્ક)

જ્યારે યુદ્દ પછી ઓટોમન સામ્રાજ્યનો નાશ થયો, ત્યારે અતાતુર્કે ધર્મનિરપેક્ષ તુર્કી ગણતંત્રની સ્થાપના માટે રાષ્ટ્રીય ચળવળની શરૂઆત કરી. એનો અર્થ એ કે તુર્કીની સરકાર ધાર્મિક નેતાઓ વડે ચલાવવામાં આવતી નથી. તુર્કીની મુલાકાત લેનાર લોકો અતાતુર્કને અપાતા મહત્વથી મોટાભાગે નવાઇ પામી જાય છે.

તેઓ સફળ લશ્કરી નેતા હતાં અને ત્યારબાદ લોકશાહી બંધારણ અમલમાં મૂક્યું અને તુર્કીને નવાં અને વિકસિત દેશ બનાવવા માટેનો માર્ગ મોકળો કરી આપ્યો. તેમણે ઘણાં નેતાઓને પ્રેરણા આપી.

તેમનાં છ સિદ્દાંતો આજે પણ લોકશાહી સરકાર માટે પ્રેરણારૂપ બની રહ્યા છે:

  1. લોકશાહી: વારસાગત રાજાશાહીને ચૂંટેલ સંસદમાં ફેરવવી.
  2. રાષ્ટ્રવાદ: સમાન ધ્યેય સાથે લોકોએ સાથે કામ કરવું.
  3. ધર્મનિરપેક્ષતા: સરકારથી ધર્મને જુદો પાડવો.
  4. સમાનતા: બધાં નાગરિકો કાયદા માટે સમાન.
  5. સુધારાઓ: વિકાસ અને આધુનિકતા માટેનો સતત પ્રયાસ
  6. જોડાણ: મોટાં ઉદ્યોગો માટે સરકાર અને ખાનગી સાહસો સાથેનું જોડાણ.

તેમનું મૃત્યુ સિરોસિસથી થયું.